પાટણ-ભીલડી બ્રોડગેજ લાઇન નાખવાની પ્રક્રિયા ગતિવંત બની
ભાસ્કર ન્યૂઝ.પાટણ
પાટણથીભીલડી બ્રોડગેજ રેલવે લાઇનનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વર્લ્ડ હેરીટેઝ મોન્યુમેન્ટ રાણકીવાવથી 60 મીટરના અંતરે હોઇ અનઓસી મળતાં બે વર્ષથી લાઇન અટવાઇ ગઈ હતી. હવે 102 મીટર દૂરથી લાઇન કાઢવા નેશનલ મોન્યુમેન્ટ ઓથોરીટીએ રેલવેતંત્રને મંજૂરી આપતા વેસ્ટર્ન રલવે અમદાવાદના મેપ્યુટી ચિફ એન્જિનિયર દ્વારા કલેકટરને જરૂરી જમીન સંપાદન કરવા દરખાસ્ત કરવામાં આવી હોવાનું પાટણ વિકાસ પરિષદના સુત્રોએ જણાવ્યું હતું.58 કી.મી વિસ્તારમાં માંડ દોઠ કી.મીનું કામ બાકી છે જ્યારે સરસ્વતી, બનાસ નદી તેમજ વ્હોળાના પુલના કામ પણ પૂર્ણતાના આરે છે.