Can Anyone tell the Exact Meaning of this News
Complate from Paragraph to paragraph
બોઈસર સ્ટેશને મેલ-એક્સપ્રેસને સ્ટોપેજ માટે વયોવૃદ્ધ સ્વાતંત્ર્યસેનાનીની ઝુંબેશ
છ અઠવાડિયામાં નિર્ણય લેવાનો કોર્ટનો આદેશ
ભાયંદર: મેલ-એક્સપ્રેસ ટ્રેનોને બોઈસર ખાતે સ્ટોપેજ આપવા...
more... અંગે બોઈસરના સ્વાતંત્ર્ય સૈનિકે ફાઈલ કરેલી જનહિત યાચિકાની સુનાવણી વખતે મુંબઈ હાઈ કોર્ટે આ અંગે જલ્દી નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો.
મુંબઈ હાઈ કોર્ટના ન્યા. અજય ખાનવિલકર અને ન્યા. કે. કે. તાટેડેની બેન્ચ સમક્ષ ૮૭ વર્ષીય સ્વાતંત્ર્ય સૈનિક જસવંતલાલ દેસાઈએ ૨૦૧૨માં ફાઈલ કરેલી જનહિતની યાચિકા પર સુનાવણી કરવામાં આવી હતી. આ યાચિકામાં દેસાઈએ પશ્ર્ચિમ રેલવે પાસે દરેક મેલ-એક્સપ્રેસ ટ્રેનોને બોઈસર ખાતે સ્ટોપેજ આપવાની માગણી કરી હતી.
ભારતીય રેલવેએ જાહેર કરેલી નીતિમાં દેશના દરેક ઔદ્યોગિક વિસ્તારો અને સરકારે જાહેર કરેલાં ઔદ્યોગિક વિસ્તારોમાં મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મૂળ વલસાડના પણ બોઈસરમાં સ્થાયી થયેલાં જસવંતલાલે તપાસ કરતાં બોઈસર નજીક આપેલા વાપી સ્ટેશને ૩૧ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જ્યાં ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીઆઈડીસી) દ્વારા ઈન્ડસ્ટ્રલ એસ્ટેટ આવેલી છે અને જીઆઈડીસી હેઠળ આવેલ અન્ય વિસ્તાર અંક્લેશ્ર્વરમાં પણ ૨૧ એક્સપ્રેસ અને મેલ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જ્યારે એમઆઈડીસી વિસ્તાર ધરાવતાં બોઈસરમાં માત્ર ૫-૬ મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ઊભી રાખવામાં આવે છે.
એશિયામાં સૌથી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકેનું માન બોઈસર એમઆઈડીસીને પ્રાપ્ત થયું છે. નાછૂટકે મોટાભાગના પ્રવાસીઓને સુરત-વિરાર વચ્ચે દોડતી પેસેન્જર ટ્રેનમાં પ્રવાસ કરવો પડે છે. આ યાચિકામાં પશ્ર્ચિમ રેલવેમાં લાંબા અંતરની દોડતી ૨૭માંથી ૨૧ ટ્રેનોને સ્ટોપેજ આપવાની માગણી કરવામાં આવી છે. જેમાં રાજધાની અને સુપરફાસ્ટ ટ્રેનોને બાકાત રાખવાની વિનંતી કરી હતી. આ માટે દેસાઈએ એક સહી ઝુંબેશ પણ ચલાવી હતી, જે અંતર્ગત ૧૯,૫૦૦ લોકોની સહી પશ્ર્ચિમ રેલવેના અધિકારીઓને સોંપી હતી, પરંતુ પશ્ર્ચિમ રેલવેના અધિકારીઓએ આ માગણીનો સ્વીકાર ન કરતાં દેસાઈએ હાઈ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. હાઈ કોર્ટે પશ્ર્ચિમ રેલવેના અધિકારીઓને બોઈસર રેલવે સ્ટેશને મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સ્ટોપેજ આપવા રેલવેની નીતિઓને આધારે ૬ અઠવાડિયામાં નિર્ણય લેવાનું જણાવ્યું હતું.